

ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પત્ની સાથે મિત્રતા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર મારી ઈજા કરી ધમકી આપી હતી બંને પક્ષે મારામારી બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદના ભવાનીનગર ઢોરા પાસે રહેતા સુનીલ ઉર્ફે ભોલો દિનેશ ઝીન્ઝુંવાડિયાએ આરોપીઓ દશરથ ઘોઘાભાઇ નંદેસરીયા, વિશુ કાળુભાઈ, કાનજી કાળુભાઈ અને મહેશ મયલો કાળુભાઈ રહે બધા હળવદ ભવાનીનગર ઢોરો વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી મહેશની પત્ની સાથે મિત્રતા હોય જેનો ખાર રાખી ચારેય ઇસમોએ ગાળો આપી ફરિયાદીના ઘરના ફળિયામાં પ્રવેશ કરી ધોકા અને પાઈપ વડે માથા અને શરીરે માર મારી ઢીકા પાટું મારી ઈજા કરી જીવતો રહેવા નહિ દેવાની ધમકી આપી હતી
સામાપક્ષે તુલશીબેન ઉર્ફે મનીષાબેન કિશનભાઈ ઉર્ફે કાનજીભાઈ કારૂભાઇ નંદેસરીયાએ આરોપી સુનીલ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીન્ઝુંવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુનીલ હાથમાં ધારિયું લઈને આવી તુલસીબેનના ઘરના ફળિયામાં પ્રવેશ કરી પતિ કિશન ક્યાં છે તે બાબતે પૂછપરછ કરી જતો રહ્યો હતો જે બાબતે ફરિયાદીને સમજાવવા જતા ધારિયાનો ઘા કિશનને મારી ક્યારેય અમારા ઘરે સમજાવવા આવ્યા તો જાનથી મારી નાખવા પડશે કહીને ધમકી આપી હતી હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે