



મોરબી અને ટંકારામાં અકસ્માત અને અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં સેનટાગોન સિરામિકમાં રહીને કામ કરતા રાજેશ રામેશ્વર યાદવ નામના યુવાન લેબર કોલોનીની સીડી પરથી કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના ભડિયાદ ગામના રહેવાસી રાજુવ્ભાઈ મનુભાઈ સિંઘાદીયા નામના યુવાન ભડિયાદમાં નળિયાના કારખાનામાં કામ કરતી વખતે ઉંચાઈથી પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું બંને બનાવો મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી છે
તેમજ ત્રીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના બંગાવડી ગામની સીમમાં વાડીએ રહીને કામ કરતા રીતેશ નથુભાઈ ભાભરના ૨ વર્ષના પુત્ર પ્રીતેશ વાડીએ આવેલ મકાન પાસે રમતા રમતા અકસ્માતે પાણી ભરેલ કુંડીમાં પડી જતા ડૂબી જતા મોત થયૂ હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે