મોરબી : જેતપર ગામે ૧૫ ખેડૂતોએ મુંડન કરાવ્યું, મંત્રીના ભાઈએ મોરે મોરાની તૈયારી બતાવી

મહિલાઓ મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી કાઢવા આહ્વાન 

 

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું પાંચ ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જેમાં એક આંદોલનકારીની બીજા દિવસે તબિયત લથડી હતી અને આંદોલનના ત્રીજા દિવસે મહિલાઓ સહિતના વધુ ચાર જોડાયા છે અને નવ ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તો મોરબીમાં શ્રી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા કેપિટલ માર્કેટ ખાતે રાત્રીના સભા યોજાઈ હતી મનોજ પનારાની આગેવાની હેઠળ યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું

 

મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઈન પસાર થવા મામલે ખેડૂતોએ યોગ્ય વળતર સહિતની માંગણીઓ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું અને ત્રીજા દિવસે ત્રણ મહિલાઓ સહીત નવ ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાયા છે ખાનગી કંપની દ્વારા કામ કરતી વખતે ખેડૂતોના ખેતરો ખુંદી નાખવામાં આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતો ફરિયાદ કરવા જેતપર આઉટ પોસ્ટ (મોરબી તાલુકા પોલીસ સ્ટેશન) પહોંચ્યા હતા ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં અરજી કરવા અને રજૂઆત કરવા પહોંચ્યા હતા અરજી આપવા છતાં ફરિયાદ લેવામાં ના આવતી હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે મહિલાઓએ પોલીસ મથકે રામધુન બોલાવી તેમજ ભજન કીર્તન કરવા બેસી ગયા હતા

 

આંદોલનના ત્રીજા દિવસે ૧૫ ખેડૂતોએ મુંડન કરાવ્યું

જેતપર ગામે ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે આંદોલનના ત્રીજા દિવસે ૧૫ ખેડૂતોએ મુંડન કરાવ્યું હતું વીજ કંપની સામે આક્રોશ વધી રહ્યો છે ખેડૂતોએ મુંડન કરી કંપનીઓનું બારમું અને પીંડદાન કરીને રોષ ઠાલવ્યો હતો યોગ્ય વળતર વગર ખેતરોમાં વીજ થાંભલા નાખવા મામલે આક્રોશ વધી રહ્યો છે હાલ ૨૦ જેટલા ખેતરોમાં કામગીરી ચાલી રહી છે બીજી તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે

 

ખેડૂતો આમરણાંત ઉપવાસ પર, રાત્રીના રામધૂન અને લોકડાયરાનું આયોજન

જેતપર ગામે ખેડૂતોના આમરર્ણાંત ઉપવાસ આંદોલન દરમિયાન રાત્રીના રામ ધૂન અને લોક ડાયરા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા (કાળુભાઈ) એ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે રાહ નથી જોવી, અમે આમ જાય અને તમે આમ જાવ તેવું ના થવું જોઈએ આપણે હવે તૈયાર થવાનું છે હવે ભૂખ્યા મરવાનું ન હોય જયારે તૈયારી કરી અને હાકલ કરી ત્યારે આવી જજો તેવો હુંકાર કર્યો હતો

 

મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી કરવા આહ્વાન

ઉપવાસી છાવણીમાં ઉપવાસ આંદોલન કરી રહેલા નીલેશ એરવાડિયાના પત્નીએ ખેડૂતોને સંબોધન કરતા મહિલાઓ મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી કરે તેવું આહ્વાન કર્યું હતું એક અઠવાડિયામાં જો સરકાર માંગ નહિ સ્વીકારે તો મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી લઈને જવાની જાહેરાત કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.