માળિયાના નવલખી બંદરે કોલસાનું હેન્ડલિંગ કાર્યરત રાખવા ડીઝલનો જથ્થો આપવા માંગ

જયદીપ એસોસિએટ્સ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પુરવઠા નિયામકને રજૂઆત

 

નવલખી બંદર પર આયાતી કોલસાનું હેન્ડલિંગ કાર્યરત રહે તે માટે ડીઝલનો પુરવઠો મળતો રહે તે અંગે મોરબીની જયદીપ એસોસિએટ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા ગાંધીનગર અન્ન અને નાગરિક કચેરીના નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે

 

રજૂઆતમાં જણાવ્યું છે કે નવલખી બંદરે ડીઝલ વપરાશકારોને રોજ માલના લોડીંગ અને અનલોડીંગમાં વપરાતા ફલીટ જેવા કે બાર્જીસ, ટગ, ચેઈનવાળા હિટાચી મશીન, વોટર ટેન્કર અને ફોગર મશીન જેનાથી કોલ કાર્ગો પર પાણીનો છંટકાવ થાય અને પોલ્યુશન અટકી સકે નવલખી બંદરે બાર્જીસ અને લોડર હિટાચી બાર્જ દ્વારા કાર્ગોનું પરિવહન અને મશીન દ્વારા કાર્ગોનું લોડીંગ અને અનલોડીંગ થાય છે જે તમામ વાહનો પેટ્રોલ પંપ પર લાવવા શક્ય નથી જેથી આ વાહનો માટે બેરલ અથવા નાના ટેન્કરમાં ડીઝલ જથ્થો લાવી સકાય તે જરૂરી છે હાલની સ્થિતિમાં પેટ્રોલ પંપ પર ડીઝલ પુરવઠો ના હોવાથી ડીઝલ મળતું નથી અને પોર્ટની કામગીરી ચાલુ રહી સકે તે માટે ડીઝલનો પુરતો જથ્થો બંદર વપરાશકારોને મળી રહે તે જરૂરી છે જેથી ડીઝલનો પુરતો જથ્થો મળી રહે તે માટે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.