હળવદમાં જમીનના ભાગ બાબતે ધારિયા-પાઈપ વડે મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ

 

હળવદ આસ્થા રોડ પર મારામારી થવા પામી હતી જેમાં ત્રણ ઇસમોએ યુવાનને ધારિયા અને પાઈપ વડે માર મારી ઈજા કરી મિલકત બાબતે ક્યારેય વાડીએ આવીશ તો જીવતો રહેવા નહિ દઉં કહીને ધમકી આપી હતી તો સામાપક્ષે આરોપી વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરીને જમીનના ભાગ બાબતે ગાળો આપી ધારિયાથી માર મારી જીવતા નહિ રહેવા દઉં કહીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે હળવદ પોલીસ સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ અવધ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠીએ આરોપીઓ મેહુલ રમણીક ગોઠી, નીલેશ રમણીક ગોઠી અને અજાણ્યો ઇસમ રહે બધા હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આસ્થા રોડ પર મિલકત બાબતે વાત કરતા હતા ત્યારે આરોપી હાથમાં ધારિયું લઈને આવી ફરિયાદી ધર્મેન્દ્રને માથામાં એક ઘા મારી તેમજ અન્ય ઇસમેં કુહાડીનો ઘા મારી ઈજા કરી અને પાઈપ વડે માર માર્યો હતો તેમજ ઝપાઝપીમાં શરીરે મુંઢ ઈજા પહોંચાડી મિલકત બાબતે ક્યારેય વાડીએ આવીશ તો જીવતો રહેવા નહિ દઉં કહીને ધમકી આપી હતી

 

સામાપક્ષે મેહુલ રમણીક ગોઠીએ આરોપી ધર્મેદ્ર ચમન ગોઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ફરિયાદીની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી સહિતનાઓને જમીનના ભાગ બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હાથમાં રહેલ ધરિયાના હાથાથી મેહુલને માર મારી જીવતા રહેવા નહિ દઉં કહીને ધમકી આપી હતી હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.