મોરબીના માધાપરમાં બાળ શ્રમિકને કામે રાખનાર વિરુદ્ધ કાર્યવાહી

            શહેરના માધાપર અંબિકા રોડ પર આવેલ કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનાર સંચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ બાળ મજુરી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

            મોરબીના સરકારી શ્રમ અધિકારી મિતેષકુમાર પરષોતમભાઈ જોશીએ આરોપી રઘુવીરસિંહ નવીનચંદ્ર (ઉ.વ.૪૪) રહે માધાપર શેરી નં ૩ અંબિકા રોડ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ બિનજોખમી વ્યવસાય યાદીમાં આવતી સંસ્થા મોરબી નાઈક વર્કસમાં ૧૪ વર્ષથી ઓછી વય ધરાવતા બાળ શ્રમયોગી પાસે કામ લેવામાં આવતા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન ૧૯૮૬ સને ૨૦૧૬ માં સુધાર્યા અનુસાર, એક્ટની કલમ ૩ તથા ૧૪ હેઠળ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.