

ટંકારા તાલુકાના ઘુનડા ગામમાં આવેલ તળાવમાં ખેડૂતોએ મુકેલી મોટરના ૧૫૦ ફૂટ કોપર વાયરની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે રૂ ૬૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હીરજીભાઈ રંગપરીયા (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઘુનડા ગામની સીમમાં આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાં મોટરના કોપર વાયર આશરે ૧૫૦ ફૂટ આશરે ૨૦ કિલોગ્રામ વજન કીમત રૂ ૬૦૦૦ ની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે