


ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક વાડીમાં મિત્રો એકત્ર થયા હતા અને એક યુવાનનું પાકીટ ખોવાઈ જતે તે એક મિત્ર પાસેથી મળી આવ્યું હતું જેથી ચોરીની શંકા રાખી લાકડી વડે માથામાં અને શરીરે યુવાનને ફટકારવામાં આવતા યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું ટંકારા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજકોટના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (ઉ.વ.૪૦) વાળાએ આરોપી અનીલ અશ્વિનભાઈ મકવાણા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજે સવારના ટંકારા પોલીસ મથકેથી ફોન આવ્યો કે તમારી વડીમાં કામ કરતા મજુર રવિભાઈ રાવળદેવને તેના મિત્ર સાથે ઝઘડો થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું છે અને મોરબી સરકારી હોસ્પિટલ લાવ્યા છીએ જેથી મોરબી સિવિલ હોસ્પિટલ પહોચતા પીએમ રૂમમાં મૃતદેહ રાખ્યો હતો જે બનાવ અંગે દવાખાને લાવનાર આમીન પલેજાને પૂછતાં જણાવ્યું હતું કે ગત રાત્રે આમીન પલેજા, રવિ રાવળદેવ અને અનીલ મકવાણા તેમજ કનું તીતી અને હાસમ ચિચો બધા ટંકારાના નસીતપર ગામની સીમમાં આવેલી અશોકસિંહ ઝાલાની વાડીએ જીયારતનો તહેવાર હોવાથી ભેગા થઈને બેઠા હતા ત્યારે દશેક વાગ્યે અનિલનું પાકીટ ખોવાઈ જતા અનિલનું પાકીટ ગોતવા લાગ્યા હતા
જે પાકીટ રવિ રાવળદેવ પાસેથી મળી આવતા અનિલને સારું નહિ લાગતા અનિલે લાકડાના ધોકાથી રવિને માથામાં અને શરીરે માર મારતા રવિને માથામાં વધુ લોહી નીકળતા તેને મોટરસાયકલમાં સરકારી દવાખાને લાવ્યા હતા મોરબી સિવિલ હોસ્પિટલ લઇ આવતી વખતે રસ્તામાં રવિ બેભાન થઇ ગયો હતો અને સરકારી હોસ્પીટલના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આમ આરોપી અનીલ મકવાણાનું પાકીટ ચોરી કર્યાની શંકા રાખી આરોપીએ રવિ બાબુભાઈ રાવળદેવને માથામાં લાકડી મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે