


ત્રાજપર ખારી રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૮૮૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અશ્વિનભાઈ દેવકરણભાઈ બારૈયા અને દેવજીભાઈ ગોવિંદભાઈ રાઠોડ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૮૮૦ જપ્ત કરી છે