માળિયાના મોટા દહીંસરા ગામે સ્વીફ્ટ કારમાંથી ૪ લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત



મોટા દહીંસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં જાહેરમાં રાખેલ સ્વીફ્ટ કારમાંથી પોલીસે ૪ લાખથી વધુની કિમતની ૨૨૨ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહિત રૂ ૭.૦૩ લાખનો મુદામાલ કબ્જે લીધો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માળિયાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરમાં આરોપી જીતુભા જીવુભા જાડેજા રહે મોટા દહીંસરા વાળાએ પોતાની સ્વીફ્ટ કાર જીજે ૧૦ બીજી ૫૨૨૫ વાળીમાં દારૂનો જથ્થો ભરીને એક બાળવાની કાંટ પાસે રાખેલ છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી અને સ્થળ પરથી જાહેરમાં રાખેલ સ્વીફ્ટ કાર મળી આવી હતી જે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૨૨૨ કીમત રૂ ૪,૦૩,૫૫૪ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૭,૦૩,૫૫૪ નો મુદામાલ કબજે લઈને માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે