પીપળીયા ગામે હત્યાના ગુનામાં બે ઇસમોને આજીવન કેદની સજા

 

પીપળીયા ગામમાં વર્ષ ૨૦૨૧ માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યા કેસ મોરબી કોર્ટમાં ચાલી જતે કોર્ટે બે ઇસમોને આજીવન કેદની સજા ફટકારી છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૬-૧૦-૨૦૨૧ ના રાત્રીના હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ અને સલીમભાઈ બંને પીપળીયા ગામમાં શંકર મંદિર ફરતે વંડો બનાવવા રેતીની ગાડી પીપળીયા ગામથી નીકળે તેના ધર્માદાના રૂપિયા ઉઘરાવવા પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખ્યા હતા અને હાજરીના રૂપિયા આરોપી પાસેથી ફરિયાદીના ભાઈ અબ્દુલને લેવાના બાકી હોવાથી તે રકમની માંગણી કરતા બંને આરોપીઓએ અબ્દુલ સાથે બોલાચાલી કરી છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે હત્યાની ફરિયાદ નોધી આરોપીને ઝડપી લીધા હતા

 

જે કેસ ત્રીજા એડીશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટ, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય સી દવેએ કોર્ટમાં ૧૫ મૌખિક પુરાવા અને ૨૮ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઓ સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાને કસુરવાન ઠેરવ્યા હતા કોર્ટે બંને ઇસમોને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને દરેકને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે

Leave A Reply

Your email address will not be published.