માળિયા પોલીસે અરજદારોના ખોવાયેલા ૨.૧૦ લાખની કિમતના ૧૦ મોબાઈલ શોધી પરત સોપ્યા



માળિયા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા ૧૦ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને રૂ ૨.૧૦ લાખનો મુદામાલ પરત સોપવામાં આવ્યો છે
માળિયા પોલીસે ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા CEIR પોર્ટલ ઉપયોગ કરી ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું જેને પગલે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા ઓપો, વિવો, સેમસંગ અને રીયલ મી સહિતની કંપનીના ૨,૧૦,૪૯૬ ની કિમતના ૧૦ મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી અને અરજદારોને મોબાઈલ પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી