મોરબીના રંગપર નજીક ગળું દબાવી પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો  

 

મોરબીના રંગપર ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો કારખાનામાં કામ કરતા યુવાન સાથે પત્નીને લફરૂ હોવાનો વહેમ રાખી પતિએ બેલા જેવા પથ્થરના ઘા ઝીકી તેમજ ગળું દબાવી હત્યા કરી નાખી હતી પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે

 

મધ્યપ્રદેશના વતની શિવકુમાર પ્રેમલાલ મરાવી (ઉ.વ.૩૮) વાળાએ આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે એમપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી રેખા (ઉ.વ.૨૦) મહેન્દ્રસિંહ શંકરસિંહ સાથે પ્રેમ સંબંધ થઇ જતા બંનેએ એકબીજાની મરજીથી લગ્ન કરી લીધા હતા અન એક મહિનાથી દીકરી રેખા અને મહેન્દ્રસિંહ તેજ અન્ય સંબંધી મોરબીના રંગપર નજીક આવેલ મારબીજ સિરામિક કારખાનામાં રહીને મજુરી કામ કરતા હતા તા. ૨૬ જુનના રોજ વડોદરાથી આગળ કારખાને ફરિયાદી અને ભત્રીજો ઓમપ્રકાશ હાજર હતા ત્યારે સવારના આઠેક વાગ્યે મોરબી મારબીજ કારખાનામાં કામ કરતી સમ્બ્નાધી સુરેશ બારીલાલ વરકડેની દીકરી કલ્પનાએ ફોન કરી જાણ કરી હતી કે રાતના સમયે રેખા અને મહેન્દ્રસિંહને ઝઘડો થતા મહેન્દ્રસિંહે રેખાને મોટો પથ્થર કપાળના ભાગે ઘા મારી અને ગળું દબાવી ગંભીર ઈજા કરતા તે કાઈ બોલતી નથી જેથી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં રેખાનું મોત થયું હતું

 

જે બનાવની જાણ થતા ફરિયાદી અને ભત્રીજો ઓમપ્રકાશ બંને મોરબી આવ્યા હતા અને હોસ્પિટલ પીએમ રૂમમાં દીકરી રેખા મરણ ગયેલ હાલતમાં જોવા મળી હતી કપાળના ભાગે ઈજાના નિશાન હતા અને બનાવ અંગે પૂછતાં કલ્પનાએ વાત કરી હતી કે ગત તા. ૨૫ જુનના રાત્રીના નવેક વાગ્યે રેખા અને મહેન્દ્રસિંહ બંને કારખાનામાંથી મજુરી કરીને રૂમે આવ્યા તેમજ કલ્પના અને અર્જુન બંને નાઈટ ડ્યુટીમાં કારખાનામાં કામે ગયા હતા સવારના પાંચેક વાગ્યે જીતેન્દ્ર, કાજલ અને અન્કલીએ આવી જણાવ્યું કે અમારા રૂમે રેખા ઉર્ફે રિયાનો મૃતદેહ પડ્યો છે મહેન્દ્રસિંહ સાથે કોઈ બાબતે ઝઘડો થતા મોટો પથ્થર કપાળના ભાગે મારી ગંભીર ઈજા કરી હતી રૂમે જઈને હાજર મહેન્દ્રસિંહને પૂછતાં જણાવ્યું કે તે રેખાને દિલથી પ્રેમ કરે છે છતાં રેખા દિલભર સાથે વાતો કરે છે એટલે અંજલીના રૂમમાં રેખા સુતી હતી ત્યાં રેખાને સમજાવવા ગયો હતો અને રેખાને દિલબર સાથે કેમ વાત કરે છે પૂછતાં ઝઘડો કરવા લાગી હતી દિલબર યાદવ સાથે ચાલુ થઇ ગયેલ હોય જેથી ક્રોધે ભરાઈને રેખાને મોટો બેલા જેવો પથ્થરનો ઘા મારી તેનું ગળું દબાવી મારી નાખી છે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી પતિને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.