માળિયામાં ફિલ્મી ઢબે કારથી બાઈકને ટક્કર મારી, બંદુક વડે ફાયરીંગ કર્યાની ફરિયાદ

પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી

 

માળિયામાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ચાર ઇસમોએ ડબલ સવારી બાઈકમાં સવાર બે યુવાનને મારી નાખવાના ઈરાદે ટક્કર મારી પછાડી દીધા હતા તેમજ ધોકા વડે માર મારી બંદુકથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરી બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા ઇદ્રીશ જાક્મભાઈ માલાણી (ઉ.વ.૩૦) વાળાએ આરોપીઓ દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ જેડા અને જાકીર આમદ જેડા રહે બધા માળિયા જ્ખરીયા વાંઢ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ ના રોજ સાંજના ફરિયાદી ઇદ્રીશ અને કાકાનો દીકરો ઇમરાન અબ્બાસ માલાણી બંને બાઈક જીજે ૩૬ એએમ ૪૭૨૦ લઈને માળિયા ગામમાં મોબાઈલ રીપેર કરવા ગયા હતા જ્યાંથી પરત આવતી વખતે મોટરસાયકલ ઈમરાન ચલાવતો હતો અને માળિયાથી બે કિમી ડામર પટી રોડ પર પહોંચતા સામેથી એક સ્વીફ્ટ કાર આવી હતી જેમાં આરોપીઓ બેઠા હતા અને બાઈક જોઈ તેની સ્વીફ્ટ ગાડી પાછી વાળી પાછળથી મારી નાખવાના ઈરાદે ટક્કર મારી હતી જેથી ફરિયાદી અને ઇમરાન બંને પડી ગયા હતા બાદમાં ગાડીમાંથી ધોકા લઈને ઉતરી ધોકા વડે માર મારતા હતા તેમજ ગુલામ જુનુસ પાસે નાનું બંદુક જેવું હથિયાર હતું જેમાં જાવેદ અને જાકીર પાસે ધોકા હતા જે ઇમરાનને મારતા હતા અને ઇદ્રીશ વચ્ચે પડતા ધોકાના ઘા લાગ્યા હતા

 

ઇમરાન રોડ પરથી ખેતર તરફ ભાગતા દિનમામદ અને ગુલામ જુનુસ પાસે રહેલ બંદુક જેવા હથિયાર વડે મારી નાખવાના ઈરાદે એક એક રાઉન્ડ ફાયરીંગ કરી બધા સ્વીફ્ટ ગાડીમાં ભાગી ગયા હતા આમ ફરિયાદીના કાકાના દીકરા ઇમરાન અને મયુદીન સાથે બે મહિના પૂર્વે લગ્ન પ્રસંગમાં દિનમામદ જુનુસ જેડા અને ગુલામ જુનુસ જેડા સાથે બોલાચાલી થઇ હતી જેનું મનદુઃખ રાખી ચાર ઇસમોએ ગાડી લઈને આવી પાછળથી મારી નાખવાના ઈરાદે બાઈકને ટક્કર મારી હતી તેમજ ધોકા વડે માર મારી યુવાનના બને પગ પર ફાયરીંગ કરી બંને પગમાં ગંભીર ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.