



હળવદના ઘનશ્યામપુર ગામથી એક કિલોમીટર પહેલા રોડ પર રીક્ષા અને કાર સામસામે અથડાયા હતા કાર ચાલકે રિક્ષાને સામેથી ટક્કર મારતા રીક્ષામાં સવાર બાળકો સહીત પાંચને ઈજા પહોંચી હતી
હળવદના ગોરી દરવાજા રામાપીર મંદિર ખાતે રહેતા બાબુભાઈ વેલજીભાઈ પરમાર (ઉ.વ.૫૨) વાળાએ કાર જીજે ૦૧ એચવાય ૧૨૬૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ઘનશ્યામપુર ગામથી એક બે કિલોમીટર પહેલા ફરિયાદી બાબુભાઈની રિક્ષાને સામેથી ટક્કર મારી હતી અને પોતાની ગાડી મૂકી જતો રહ્યો હતો અકસ્માતમાં ફરિયાદી બાબુભાઈ તેમજ અર્જુન, મોનું, દેવ અને ક્રિષ્નાને નાની મોટી ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે