ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

 

શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગારધામ પર દરોડો કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૧૮ લાખ જપ્ત કરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઉમા ટાઉનશીપ, વૈભવ હાઈટ્સ ફ્લેટ ટાવર સી નં ૨૦૪ માં રહેતા અમિત મનુભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી જેથી એલસીબી ટીમે રેડ કરી હતી

 

જ્યાં ફ્લેટમાં જુગાર રમતા અમિતભાઈ મનુભાઈ ઠોરીયા, પરેશભાઈ દયાળજીભાઈ પારેખ, રમેશભાઈ સામજીભાઇ જીવાણી, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરિયા, જીતેશભાઈ નાથાભાઈ ઝાલા અને દિલીપભાઈ રતનભાઈ સંગાડા એમ છને ઝડપી લીધા હતા રોકડ રૂ ૧,૧૮,૫૦૦ જપ્ત કરવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.