


રાણેકપર ગામમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં જારી અને એન્ગલ ફીટ કરવા બાબતનો ખાર રાખી મહિલાઓ સહીત ૧૨ ઇસમોએ વૃદ્ધ પર ધારિયા, લોખંડ પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ફરિયાદી તેમજ મહિલાઓ સહીત છથી વધુને ઈજા પહોંચાડી હતી
હળવદના રાણેકપર ગામે રહેતા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરિયા (ઉ.વ.૬૧) વાળાએ આરોપીઓ ચતુર વાલજીભાઈ, નીકુલ મઘાભાઇ, ભાણજીભાઈ ચતુરભાઈ, અનિલભાઈ હેમુભાઈ, હેમુભાઈ વાલજીભાઈ, બાબુભાઈ વાલજીભાઈ, દાદુભાઈ બાબુભાઈ, શૈલેષભાઈ મઘાભાઈ, સુજલભાઈ શામજીભાઈ, શામજીભાઈ હેમુભાઈ, શિલ્પાબેન અનિલભાઈ, મનીષાબેન શામજીભાઈ રહે બધા રાણેકપર તા. હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જારી, એન્ગલ ફીટ કરતા હોવાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો સાથે આવ્યા હતા
ધારિયા, લોખંડ પાઈપ અને લાકડાના ધોકા તેમજ લાકડીઓ લઈને આવી ફરિયાદી તેમજ મુકેશભાઈ, જયસુખભાઈને માથામાં ગંભીર ઈજાઓ કરી તેમજ ચંદ્રિકાબેનને હાથે અને જ્યોત્સનાબેનને ડાબા હાથે ફ્રેકચર કરી પ્રભુભાઈને માથામાં ઈજા કરી હતી મારામારીમાં છ વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે