ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ, મોડી ઉપડનારી ટ્રેનો વિશે માહિતી મેળવો


અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશનો વચ્ચે ભારે વરસાદ, જળભરાવ તથા પરિચાલન સંબંધી કારણોસર રાજકોટ ડિવિઝનની નીચે મુજબની ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે.
❌ રદ કરાયેલી ટ્રેનો
1) ગાડી સંખ્યા 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ (25 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી) રદ રહેશે.
2) ગાડી સંખ્યા 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (26 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી) રદ રહેશે.
🔀 ડાયવર્ટ કરાયેલા માર્ગ પર દોડનારી ટ્રેન
1) ગાડી સંખ્યા 26902 વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (25 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી) હવે 21:15 વાગ્યે (06 કલાક 30 મિનિટ મોડી) ઉપડશે તથા વિરમગામ–મહેસાણા–સાબરમતી માર્ગ પર ચલાવવામાં આવશે.
⏰ પુનઃનિર્ધારિત (મોડી ઉપડનારી) ટ્રેનો
1) ગાડી સંખ્યા 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ (25 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી), જે નિર્ધારિત સમય 21:05 વાગ્યે ઉપડવાની હતી, તે હવે 22:05 વાગ્યે (01 કલાક મોડી) ઉપડશે.
2) ગાડી સંખ્યા 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ (25 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી), જે 20:15 વાગ્યે ઓખાથી ઉપડવાની હતી, તે હવે 26 જુલાઈ 2026ના રોજ 01:00 વાગ્યે (04 કલાક 45 મિનિટ મોડી) ઉપડશે. આ ફેરફાર ગાડી સંખ્યા 22945નું રેક મોડું પહોંચવાને કારણે કરવામાં આવ્યો છે.
3) ગાડી સંખ્યા 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ (25 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી), જે 21:25 વાગ્યે જામનગરથી ઉપડવાની હતી, તે હવે 26 જુલાઈ 2026ના રોજ 07:00 વાગ્યે (09 કલાક 35 મિનિટ મોડી) ઉપડશે. આ ફેરફાર ગાડી સંખ્યા 22907નું રેક 09 કલાકથી વધુ મોડું પહોંચવાને કારણે કરવામાં આવ્યો છે.