મોરબી રાજકોટ સ્ટેટ હાઈવેની બદતર હાલત, લજાઈથી વીરપર સુધીનો ૩ કિમી રોડ મોતના કુવા સમાન !

ખાડાને કારણે મોત થશે તો તંત્ર સામે માનવ વધનો કેસ કરવાની ચીમકી

 

ગુરુવાર અને શુક્રવારે મોરબી જીલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે અનેક સ્થળોએ મુશ્કેલી જોવા મળી હતી પાણી ભરાઈ જવાની સમસ્યા, ઠેર ઠેર રોડ ધોવાઈ જવાનું સામે આવ્યું હતું તો મોરબી રાજકોટ હાઈવે પર મસમોટા ખાડાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે

 

રાજકોટ મોરબી સ્ટેટ હાઈવે પર લજાઈથી વીરપર ગામ સુધી રસ્તાની હાલત અતિશય બિસ્માર છે લજાઈથી વીરપર ગામ વચ્ચે ૩ કિલોમીટર રોડમાં મોતના ખાડા સ્પષ્ટ દેખાય છે જ્યાં અનેક બાઈક ચાલકો સ્લીપ થઇ ચુક્યા છે અને ગાડીઓના ટાયર પણ ફૂટ્યાના બનાવો બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડની હાલત અતિ દયનીય બની ગઈ છે અને વાહનચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખાડાને કારણે મોત થશે તો તંત્ર સામે માનવ વધનો કેસ કરવાની ટંકારાના સામાજિક આગેવાન મહેશ રાજકોટિયાએ ચીમકી ઉચ્ચારી છે

 

Leave A Reply

Your email address will not be published.