લુણસર ગામે ઘર પાસે છાસની થેલી-ખીચડી નાખવાનો ખાર રાખી ધારિયાથી હુમલો

વાંકાનેર તાલુકા પોલીસે એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી

 

 

લુણસર ગામમાં ઘર નજીક છાસની થેલી અને ખીચડી નાખવા બાબતે એક ઇસમેં આધેડ સાથે બોલાચાલી કરી ધરિયા વડે હુમલો કરી માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાન્ગીયા (ઉ.વ.૩૧) વાળાએ આરોપી દેવશી ગમારા રહે લુણસર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રાત્રીના સમયે ફરિયાદીના મોટા બાપુ રાજાભાઈ વિહાભાઇ સાથે આરોપીએ ઘર નજીક છાશની થેલી અને ખીચડી નાખવા બાબતે ઝઘડો કર્યો હતો અને લોખંડ ધારિયા વડે હુમલો કરી માથામાં ઈજા કરી હતી તેમજ હાથની આંગળીમાં ફ્રેકચર અને શરીરે ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.