માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા

માળિયા પોલીસે હાઈવે પરથી વાહન ઝડપી લીધું, ૪ વિરુદ્ધ ગુનો નોંધાયો

માળિયા હાઈવે પરથી આઇશર ટ્રકમાં ઠસોઠસ ક્રૂરતાપૂર્વક ૭૧ ઘેટાં ભરી લઈ જવાતા હતા જે આઇશર ટ્રક પોલીસ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા (મી.) પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ પરમારે આરોપી ઓ ફિરોજ આદમ ઓડ, આરીફ ફિરોજ ઓડ, અને યુનુસ આદમ ઓડ રહે ત્રણેય ખેડા જિલ્લો તેમજ મેરાભાઈ હમીરભાઈ ખાંભલા રહે ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાના આઇશર ટ્રક જીજે ૦૯ ઝેડ ૯૩૬૫ વાળામાં નાના મોટા ઘેટાં જીવ નંગ ૭૧ ભરવા પૂરતી જગ્યા ન હોવા છતાં ઠસોઠસ ભરીને ક્રૂરતાપૂર્વક ઘેટા ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના માળિયા હાઈવે પરથી હેરફેર કરતા મળી આવ્યા હતા પોલીસે ઘેટાં ટ્રક કુલ રૂ ૭.૭૧ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.