

ટંકારા ઉગમણા નાકા પાસેથી બાઈક ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરાઉ બાઈક રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના ઉગમણા નાકા પાસેથી ફરિયાદી સુનીલભાઈ રમેશભાઈ દંતેસરીયાનું બાઈક જીજે ૩૬ એડી ૨૫૯૭ વાળું ગત તા. ૨૫ ઓગસ્ટના રાત્રીના સાડા બારથી સવા બે વાગ્યાના અરસામાં અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે ચોરીન બનાવ મામલે ટંકારા પોલીસ ટીમ તપાસ ચલાવી રહી હતી અને ટંકારા નગરનાકા પાસેથી બે ઈસમો નંબર પ્લેટ વગરનું બાઈક ચલાવી નીકળતા રોકી પૂછપરછ કરતા કાગળો નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપમાં સર્ચ કરતા બાઈક ઓનર સુનીલભાઈ દંતેસરીયા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આરોપી અજય જીવણ મકવાણા અને જયરાજસિંહ કરણસિંહ ઝાલા એમ બેને ઝડપી લઈને બાઈક કીમત રૂ ૧૫ હજાર કબજે લીધું છે