ગાળા ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા નવ ઝડપાયા, રોકડ-મોબાઈલ જપ્ત

રોકડ રૂ ૨.૧૬ લાખ અને ૯ મોબાઈલ સહીત કુલ રૂ ૨.૯૨ લાખનો મુદામાલ જપ્ત

 

 

ગાળા ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨.૧૬ લાખ અને ૯ મોબાઈલ સહીત કુલ રૂ ૨.૯૨ લાખનો મુદામાલ કબજે લીધો છે એક ઇસમ નાસી ગયો હતો જેથી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાળા ગામની સીમમાં વિનોદ બચુભાઈ કડીવાર રહે વાઘપર તા. મોરબી વાળાના કબ્જાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીમાં જુગાર રમતા હર્ષદ મધુસુદનભાઈ હળવદીયા, અશ્વિન હીરજીભાઈ ભટાસણા, ભાવેશ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઇ અમૃતિયા, વિજય ધનજીભાઈ ચાડમીયા, જયદીપ અવચરભાઈ કગથરા, પ્રદ્યુમ્નસિંહ ઉર્ફે પદુભા પ્રવીણસિંહ ઝાલા, ગણપત મનહરભાઈ જાનવા, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર અને વિનોદ બચુભાઈ કડીવાર એમ નવને ઝડપી લીધા હતા

પોલીસે રોકડ રૂ ૨,૧૬,૦૦૦ અને ૯ મોબિલ કીમત રૂ ૭૬,૦૦૦ સહીત કુલ રૂ ૨,૯૨,૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે રેડ દરમિયાન આરોપી લલિત તીકમશીભાઈ ઉર્ફે તીકુભાઈ સંઘાણી રહે જેતપર તા. મોરબી વાળો નાસી ગયો હતો જેથી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.