ટંકારા નજીક હાઇવે પર કાર ટીસીના પોલ સાથે ધડાકાભેર અથડાઈ; બે યુવાનો ઘાયલ

રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારાના ભાગોળે આવેલી ખજુરા હોટલ નજીક સી.એન.જી. પંપની બાજુમાં એક કાર વીજળીના ટીસીના પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ વળાંકમાં ગોળાઈ ન લેવાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave A Reply

Your email address will not be published.