




નેશનલ હાઈવે પર ત્રાજપર ચોકડી પાસે બસના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને માથામાં અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના સામાકાંઠે સો ઓરડી વરીયાનગરના રહેવાસી જયેશભાઈ બાવજીભાઈ મકવાણા (ઉ.વ.૨૬) વાળાએ બસ જીજે ૩૬ વી ૧૫૪૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બસના ચાલકે પોતાની બસ પુરઝડપે ચલાવી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર શોભેશ્વર રોડ તરફ ત્રાજપર ચોકડી નજીક ફરિયાદીના ભાઈ હિતેશભાઈ મકવાણાના બાઈક જીજે ૩૬ એચ ૪૦૫૬ ને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ હિતેશભાઈને માથામાં હેમરેજ તેમજ મોઢાના ભાગે નાકમાં અને દાઢીમાં સામાન્ય તેમજ ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
