હળવદની દીકરી દ્રષ્ટિ સોનાગરાનું ગૌરવવંતું સિદ્ધિદાન: SGFI અંડર-17 ગુજરાત ટીમમાં પસંદગી
વૈષ્ણોદેવી (જમ્મુ) ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે દ્રષ્ટિ સોનાગરા





હળવદ માટે ગૌરવ અને આનંદની ક્ષણ સમાન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. દ્રષ્ટિ અનિલભાઈ સોનાગરાની SGFI અંડર-17 ગુજરાત ટીમમાં પસંદગી થતાં પરિવારજનો, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના પરિવારજનો અને સમગ્ર હળવદ પંથકમાં ખુશીની લાગણી છવાઈ છે.
દ્રષ્ટિ સોનાગરા હવે આગામી તા. 15 નવેમ્બરથી 21 નવેમ્બર, 2026 દરમિયાન વૈષ્ણોદેવી, જમ્મુ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે. દ્રષ્ટિએ મેળવેલી આ સફળતા તેની મહેનત, લગન અને રમતગમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. તેની આ સિદ્ધિથી હળવદનું નામ ગૌરવભેર રોશન થયું છે.
આ પ્રસંગે દ્રષ્ટિ સોનાગરાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાત અને હળવદનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે.
મયુર રાવલ હળવદ
