મોરબી જીલ્લાની ૩૪૯ ગ્રામ પંચાયત ચુંટણીના પડઘમ, સરપંચ અનામત બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબીની ૯૬, હળવદની ૭૨, માળિયાની ૪૬, ટંકારાની ૪૪ અને વાંકાનેરની ૯૧ બેઠકોની ચુંટણી

 

 

 

મોરબી જીલ્લાની ૩૪૯ ગ્રામ પંચાયત ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે જીલ્લા કલેકટર અને રાજ્ય ચુંટણી આયોગના અધિકારી સ્વપ્નીલ ખરે દ્વારા આજે મોરબી જીલ્લાના પાંચ તાલુકાની ૩૪૯ ગ્રામ પંચાયત બેઠકોમાં સરપંચ બેઠક માટે અનામત બેઠકોના પ્રકાર જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ બેઠકો અનુસુચિત જાતિઓ, અનુસુચિત આદિજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તેમજ અનામત સ્ત્રીઓ અને બિન અનામત સામાન્ય સ્ત્રીઓની બેઠકો વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત હોદાની સંખ્યા ૧૦ તકને બદલે ૨૭ ટકા સુધીની જોગવાઈ કરવામાં આવેલ જે સુધારા અન્વયે ૨૭ ટકા સુધી અનામત રાખવા માર્ગદર્શન થઇ ગયેલ છે

 

મોરબી તાલુકાની ૯૬ બેઠકો પૈકી અનુ. જાતી માટે ૦૯ બેઠકો અનામત રાખવામાં આવી છે જે પૈકી ૦૫ બેઠકો અનુ. જાતી મહિલાઓ માટે અનામત છે તેમજ અનુ. આદિજાતી માટે ૦૧ બેઠક અનામત છે જે મહિલા અનામત માટે પણ લાગુ રહેશે તે ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૬ બેઠકો અનામત છે જે પૈકી ૧૩ બેઠો મહિલા અનમત રહેશે

 

હળવદ તાલુકાની ૭૨ બેઠકો પૈકી અનુ.જાતી માટે ૦૫ બેઠકો અનામત છે જે પૈકી ૦૩ બેઠકો મહિલા અનામત, ૦૧ બેઠક અનુ. આદિજાતી અને મહિલા અનામત તેમજ સા.શૈક્ષ. પછાત વર્ગ માટે ૧૯ બેઠકો અનામત જે પૈકી ૧૦ બેઠકો મહિલા અનામત રહેશે

 

માળિયા તાલુકાની ૪૬ બેઠકો પૈકી અનુ. જાતી માટે ૦૨ બેઠકો જેમાં ૦૧ બેઠક મહિલા અનામત રહેશે તેમજ અનુ. આદિજાતી અને મહિલા અનમત માટે ૦૧ બેઠક તેમજ સા.શૈક્ષ પછાત માટે ૧૨ બેઠકો અનામત જે પૈકી ૦૬ મહિલા અનમત રહેશે

 

ટંકારા તાલુકાની ૪૪ બેઠકો પૈકી અનુ.જાતી માટે ૦૪ બેઠકો અનામત જેમાં ૦૨ બેઠકો મહિલા અનામત રહેશે અનુ. આદિજાતી અને મહિલા અનામત ૦૧ બેઠક તેમજ સા.શૈક્ષ પછાત વર્ગ માટે ૧૨ બેઠકો અનામત રહેશે જેમાંથી ૬ મહિલા અનામત રહેશે

જયારે વાંકાનેર તાલુકાની ૯૧ બેઠકો પૈકી ૦૪ બેઠકો અનુ.જાતી માટે જેમાં ૦૨ બેઠક મહિલા અનામત, અનુ. આદિજાતી અને મહિલા અનામત ૦૧ બેઠક તેમજ સા.શૈક્ષ પછાત વર્ગ માટે ૨૫ બેઠકો જેમાંથી ૧૩ બેઠકો મહિલા અનામત રહેશે

 

 

Leave A Reply

Your email address will not be published.