




વાંકાનેર તાલુકામાં બે આપઘાતના બનાવો નોંધાયા છે જેમાં રાતાવીરડા ગામની સીમમાં કોઈ કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો તો વાંકાનેરના રહેવાસી યુવાન પંચાસીયા ગામમાં મામાના ઘરે ગયો હતો જ્યાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો
પ્રથમ બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં સુપેરો ગ્રેનીટો સિરામિકમાં રહીને કામ કરતા છોટુ બાસેશ્વર મુંડારી (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૧૨ ના રોજ સાંજના સમયે સિરામિક પાછળ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં વાંકાનેરના જીનપરામાં રહેતા ભાવેશભાઈ યોગેશભાઈ ગોહેલ (ઉ.વ.૩૯) નામના યુવાન ગત તા. ૧૨ ના રોજ પંચાસીયા ગામે મામાના ઘરે ગયો હતો જ્યાં કોઈ કારણોસર ગલેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બંને બનાવો મામલે તપાસ હાથ ધરી છે
