મોરબીના જુના ઘૂટું રોડ પર બાવળમાં આગ લાગી, ફાયર ટીમે કાબુ મેળવ્યો

 

શહેરના જુના ઘૂટું રોડ પર બાવળમાં કોઈ કારણોસર રાત્રીના આગ લાગી હતી બાવળની જાળીઓમાં લાગેલી આગ પર મોરબી ફાયર ટીમે કાબુ મેળવી લીધો હતો

મોરબીના ઘૂટું ગામની સીમમાં જુના ઘૂટું રોડ પર બાવળની ઝાડીમાં આગ લાગી હતી બાવળની જાળીઓમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સીમ વિસ્તારમાં બાવળના જંગલમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું પરંતુ સમયસર ફાયરની બે ટીમોએ પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

 

Leave A Reply

Your email address will not be published.