




મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર આવેલા લાલપર ગામની સીમમાં રાધિકા હોટેલ વાળા કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા ‘સગુલ સ્પા’ના સંચાલક અને મેનેજર દ્વારા પોલીસ જાહેરનામાનો ભંગ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમે લાલપર ગામની સીમમાં આવેલ રાધિકા હોટેલ વાળા કોમ્પલેક્ષના ત્રીજા માળે સગુલ સ્પામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પાના સંચાલક તથા મેનેજર તરીકે કામ કરતા અજયભાઈ દીપકભાઈ ભાયાણી અને ઉંમગભાઈ જનકભાઈ વ્યાસ દ્વારા સ્પામાં કામ કરતી વર્કર મહિલાઓના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવી હોવાનું તેમજ નિયમ મુજબ સી.સી.ટી.વી. કેમેરા ચાલુ ન રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના સ્પા પાર્લર અંગેના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે આ બંને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
