




મોરબીમાં સંસ્થાના સહયોગથી શાળાના બાળકોને શાળાએ આવવા જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ આજે યોજાયો હતો શહેરના વૈદેહી ફાર્મ ખાતે આજે ૩૬૦ સાયકલ વિતરણ કરી સંસ્થાએ સામાજિક જવાબદારીનું વહન કર્યું હતું
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપના સહકારથી રીકાબેન મનુભાઈ શાહના આર્થિક સહયોગથી ૩૬૦ સાયકલનું વિતરણ વૈદેહી ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સાયકલની ભેટ આપવામાં આવી હતી અગાઉ રજીસ્ટ્રેશન કરી જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શોધી ૩૬૦ સાયકલનું આજે વિતરણ સમારોહ યોજાયો હતો જે પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા




