ટંકારાન વીરપર નજીક ટ્રકની ટક્કર બાદ બોલેરો પલ્ટી ગઈ, નાળીયેર વેરવિખેર થતા નુકશાન

            મોરબી રાજકોટ હાઈવે પર નાળીયેર ત્રોપા ભરીને જતી બોલેરો ગાડીને ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો પલટી મારી ગઈ હતી અને નાળીયેર ત્રોપા વેરવિખેર થઇ ગયા હતા જેથી ત્રીસથી ચાલીસ હજારનું નુકશાન થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

            જુનાગઢ તાલુકાના શીલ ગામ વાડી વિસ્તારમાં રહેતા રાહુલ કરશનભાઈ ભરડા (ઉ.વ.૩૪) વાળાએ ટ્રક જીજે ૧૨ એટી ૯૦૭૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી મોરબી રાજકોટ હાઈવે પર વીરપર ગામ પાસે બાની વાડી નજીક ફરિયાદીની બોલેરો જીજે ૧૧ વીવી ૬૬૩૩ ને પાછળથી ઠોકર મારી હતી જે ટક્કર બાદ બોલેરો ગાડી પલટી ખાઈ જતા ફરિયાદી રાહુલને માથામાં ઈજા પહોંચી હતી તેમજ બોલેરોમાં ભરેલ નાળીયેર વેરવિખેર થતા આશરે ત્રીસથી ચાલીસ હજાર જેટલું નુકશાન થયું છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.