

નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડિયા ગામ નજીક ડબલ સવારી બાઈકનો ચાલક ટ્રક ઓવરટેક કરવા જતા ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને બાઈકમાં પાછળ બેસેલ યુવાન ફંગોળાઈ રોડ પર પડતા ટ્રકના ટાયરનો જોટો માથામાં ફરી જતા ખોપરી ભાંગી જતા તેમજ માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ યુવાનનું મોત થયું હતું
પશ્ચિમ બંગાળના વતની હુશેનમિયા રમઝાનમિયા અંસારી (ઉ.વ.૩૪) વાળાએ બાઈક જીજે ૦૩ સીકે ૮૫૭૪ ના ચાલક પ્રેમ ધનેશી બાસફોર રહે પશ્ચિમ બંગાળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પ્રેમ ધનેશી બાસફોર પોતાનું બાઈક જીજે ૦૩ સીકે ૮૫૭૪ પાછળ ફરિયાદીના ભાઈ દિલમહમદ રજાક અંસારી (ઉ.વ.૨૦) વાળાને બેસાડી બાઈક પુરઝડપે ચલાવી જતો હતો વાંકાનેર નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે પહોંચતા અજાણ્યા ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો
ટ્રકને ઓવરટેક કરવા જતા રોડ પર પશુ ખુંટીયો આડો ઉતર્યો હતો અને બાઈક પાછળના ભાગે અથડાતા ફરિયાદીના ભાઈ દિલમહમદ અંસારી ફંગોળાઈ બાજુમાંથી પસાર થતી રહેલ ઓવરટેક કરતા હતા તે અજાણ્યા ટ્રકના પાછળના વ્હીલના જોટામાં આવી જતા માથાની ખોપરી ભાંગી તૂટી ફૂટી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના ભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે