માળિયા ત્રણ રસ્તા પાસે સર્વિસ રોડ પર એસટી બસ અને બુલેટ અથડાતા કાકા-ભત્રીજાને ઈજા


માળિયા ત્રણ રસ્તા સર્વિસ રોડ પર એસટી બસના ચાલકે સામેથી આવતા બુલેટને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બુલેટ સવાર કાકા-ભત્રીજાને ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના ભોડી વાંઢ વિસ્તારમાં રહેતા હુશેન કરીમ નોતીયાર (ઉ.વ.૨૨) વાળાએ એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૪૦૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ બપોરે અઢી વાગ્યે ફરિયાદી હુશેન અને કૌટુંબિક ભત્રીજો ઇમરાન નુરાલી નોતિયાર બંને બુલેટ જીજે ૨૭ સીઆર ૪૪૩૧ લઈને માળિયા મોરબી હાઈવે પર રીયાઝની ચાની કેબીને ચા પાણી પીવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે બુલેટ ભત્રીજો ઇમરાન ચલાવતો હતો માળિયા ત્રણ રસ્તા પાસે માળિયાથી મોરબી તરફ આવતા સર્વિસ રોડ પર સામેથી એસટી બસ આવતી હતી જેને બુલેટને ટક્કર મારી હતી જેથી ફરિયાદી હુશેન અને ભત્રીજો ઇમરાન રસ્તા પર પડી જતા ઈજા પહોંચી હતી માળિયા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે