મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપે કબ્જો તો કરી લીધો પરંતુ પ્રમુખ કોંગ્રેસના ?
નેકનામ બેઠક પરથી જીતેલા ગીતાબેન દુબરિયાને મળી સકે પ્રમુખનો તાજ


મોરબી જીલ્લા પંચાયત ચુંટણી જંગ ભાજપે જીતી લીધો છે પોતાનો ગઢ જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી છે જીલ્લા પંચાયતની ૨૪ માંથી ૧૭ બેઠકો જીતી બહુમતી હાંસલ કરી લીધી છે અને કોંગ્રેસને ફાળે માત્ર ૭ બેઠકો રહી છે પરંતુ કોંગ્રેસના સાત જ સદસ્ય હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસને ફાળે જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે


મોરબી જીલ્લા પંચાયત પ્રમુખની બેઠક સેડ્યુલ ટ્રાઈબ મહિલા માટે અનામત છે જેમાં ટંકારા તાલુકાની નેકનામ બેઠક પર ભાજપે ગીતાબેન ભોરણીયા, કોંગ્રેસે ગીતાબેન રમેશભાઈ દુબરિયા અને આમ આદમી પાર્ટીએ હીનાબેન ચાડમીયાને મેદાને ઉતાર્યા હતા અને ગીતાબેન દુબરિયા વિજેતા બન્યા છે મોરબી જીલ્લામાં આ એક જ બેઠક પરથી એસટી મહિલા જ્ઞાતિની મહિલા ઉમેદવારો મેદાને હતી એટલે આ બેઠક પરથી વિજેતા ઉમેદવાર જીલ્લા પંચાયત પ્રમુખ બને તે નક્કી હતું અને આ બેઠક ભાજપ હારી જતા કોંગ્રેસના ગીતાબેન દુબરિયાને પ્રમુખ બનવાનો મોકો મળી સકે છે અને ભાજપ જીત્યા છતાં પ્રમુખ કોંગ્રેસના બેસે તેવી સ્થિતિ નિર્માણ પામી છે
મોરબી જીલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ભાજપ નેતાઓ જીત અંગે ઓવર કોન્ફિડન્ટ હોય તેવું ચુંટણી દરમિયાન જોવા મળતું હતું પરંતુ પ્રમુખ પદ માટે નેકનામ બેઠક જીતવી અતિ આવશ્યક હોવા છતાં આ બેઠક પર ભાજપ થાપ ખાઈ ગયું કે પછી અસંતુષ્ટોએ ભાજપને હરાવ્યું છે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે એટલું જ નહિ ભાજપે કરેલા આ બ્લંડરને કારણે જીલ્લા પંચાયતમાં ભાજપના જીતેલા સદસ્યોમાં અસંતોષ સર્જાય તો પણ નવાઈ નહિ કારણકે બોડી ભાજપની હોવા છતાં પ્રમુખ કોંગ્રેસના બેસે તે સ્વાભાવિક જ સ્વીકારી ના સકાય તેવી સ્થિતિ બને