પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ વિકાસ તથા સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ અંગે રજૂઆત.

 

 

મોરબી શહેરના પાડા પુલ નીચેનો વિસ્તાર, ખાસ કરીને નટરાજ પાસે બેઠા પુલ થી લઈ ને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને “આઇકોનિક રોડ” જાહેર કરવામાં આવ્યો છે તથા અરુણોદય સર્કલ થી વીશી પારા સુધીનો ઓવરબ્રિજ મંજૂર થયેલ છે, જે આ વિસ્તારના ભવિષ્યના વિકાસને વધુ ગતિ આપનાર છે.

 

આ સંદર્ભમાં નીચે મુજબ બન્ને મુદ્દાઓ પર આપશ્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવે છે:

 

(૧) રિવરફ્રન્ટ વિકાસ બાબતે રજૂઆત:

 

નટરાજ પાસે બેઠા પુલ થી શરૂ કરી ને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ હોવાથી અહીં એક સુવ્યવસ્થિત અને આધુનિક “રિવરફ્રન્ટ” વિકસાવવા માટે વિશાળ સંભાવનાઓ છે.

 

પ્રસ્તાવિત સુવિધાઓ:

 

– વોકિંગ અને સાયકલ ટ્રેક

– ગાર્ડન અને ગ્રીન ઝોન

– પરિવાર માટે સિટિંગ એરિયા

– બાળકો માટે પ્લે ઝોન

– ફૂડ કોર્ટ અને નાઈટ માર્કેટ

– ઓપન જીમ અને યોગા ઝોન

– ડેકોરેટિવ લાઈટિંગ અને CCTV સુરક્ષા

– પાર્કિંગ સુવિધા

 

લાભ:

 

– શહેરને આધુનિક અને આકર્ષક ઓળખ મળશે

– પ્રવાસન અને સ્થાનિક વેપારમાં વધારો થશે

– નાગરિકોને સ્વચ્છ અને સુવિધાસભર જાહેર સ્થળ મળશે

– મોરબીને “પેરિસ જેવી ઓળખ” અપાવામાં સહાય મળશે

 

(૨) પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) બાબતે રજૂઆત:

 

સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટી થી શરૂ કરી ને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ અવ્યવસ્થિત છે અને અહીં મોટા ભાગે મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસવાટ કરે છે.

 

Leave A Reply

Your email address will not be published.