સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : મોરબી જીલ્લામાં ૨૪૫ ઉમેદવારો ડીપોઝીટ પણ બચાવી ના શક્યા
સૌથી વધુ આપના ૧૦૩, કોંગ્રેસના ૮૬ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ


મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પૂર્ણ થઇ છે જેમાં વિપક્ષના ઉમેદવારો પોતાની ડીપોઝીટ પણ બચાવી શક્યા નથી મોરબી જીલ્લામાં કુલ ૨૫૦ બેઠકો પર ચુંટણી જંગમાં આપના ૧૦૩ ઉમેદવારો અને કોંગ્રેસના ૮૬ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે નિયત થયેલા મતો નહિ મળતા કુલ ૨૪૫ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે
મોરબી મહાનગરપાલિકાની ૫૨ બેઠકો પર ચુંટણી લડેલા કોંગ્રેસના ૨૮ અને આપના ૪૬ ઉમેદવારો તેમજ અપક્ષ ૧૫ અને અન્ય ૫ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ છે મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાં કોંગ્રેસના ૮ અને આપના ૧૩ તેમજ ૫ અપક્ષે ડીપોઝીટ ગુમાવી છે માળિયા નગરપાલિકામાં આપના ૦૬ અને ૦૪ અપક્ષ, ટંકારા નગરપાલિકામાં ૨ અપક્ષ અને ૧૦ અન્ય, વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસના ૦૮ અને અન્ય ૦૩, હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૭ , આપના ૦૩ તેમજ ૦૧ અપક્ષે ડીપોઝીટ ગુમાવી છે
માળિયા તાલુકા પંચાયતમાં ૪ કોંગ્રેસ, ૦૮ આપ અને ૦૨ અપક્ષ, મોરબી તાલુકા પંચાયતમાં ૦૫ કોંગ્રેસ, ૦૮ આપ અને ૦૧ અપક્ષ તેમજ ૦૧ અન્ય, ટંકારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ૧૨, આપ ૧ અને ૧ અન્ય, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૦૪ કોંગ્રેસ અને ૧૮ આપ તેમજ ૦૬ અપક્ષ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે સમગ્ર જીલ્લાનું ચિત્ર જોઈએ તો કુલ ૨૫૦ બેઠક પરના જંગમાં કોંગ્રેસના ૮૬ ઉમેદવારો, આપના ૧૦૩ ઉમેદવારો, ૩૬ અપક્ષ અને ૨૦ અપક્ષ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે