પડધરીના સરપદળમાં બેફામ કાર ચલાવી મનુષ્ય વધ પ્રયાસ અને લૂંટના મુખ્ય આરોપીના જામીન મંજુર

 

પડધરીના સરપદળમાં બેફામ ગતિએ કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુકનાર અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી નવઘણભાઈ ભરવાડને રાજકોટ સેસન્સ કોર્ટે શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષનાં વકીલ હિમશીખા રાઠોડની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે.

આરોપી નવઘણ ભરવાડ અને તેના સાથીદારોએ બલેનો કાર પુરઝડપે ચલાવી એક રિક્ષાને પાછળથી ટક્કર મારી વોકળામાં ઉતારી દીધી હતી. ત્યારબાદ પણ અટક્યા વગર આરોપીએ ગામના અન્ય વિસ્તારોમાં બેફામ કાર ચલાવી અન્ય લોકોના જીવ જોખમાય એવી રીતે ઈજાઓ પંહોચાડી હતી. આ ઉપરાંત આરોપીએ એક ઇકો ગાડી સાથે અકસ્માત સર્જી ચાલક સાથે માથાકૂટ કરી મોબાઈલની લૂંટ ચલાવી નાસી છુટ્યા હોવાની ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ હિમશીખા રાઠોડે રાજકોટ સેસન્સ કોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનાં વિવિધ ચુકાદો ટાંકી દલીલો રજુ કરી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો અને રજુ કરાયેલ પુરાવાઓના આધારે મુખ્ય આરોપી નવઘણ ભરવાડને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.