મોરબીમાં વોર્ડ ૩ ના કોંગ્રેસ ઉમેદવારનો બેફામ ગાળાગાળી કરતો ઓડિયો વાયરલ


સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મત ગણતરી આડે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે શનિવારે કોંગ્રેસના વોર્ડ ૦૩ ના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે જેમાં ઉમેદવાર એક વ્યક્તિ સાથે બેફામ ગાળો બોલતા સાંભળી સકાય છે જોકે ઓડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી ઓડિયો નવો છે કે જુનો તેની પુષ્ટિ કરી શકાતી નથી
મોરબી મહાનગરપાલિકા વોર્ડ ૦૩ ના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રવીણભાઈ વઘાસીયાનો ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એક વ્યક્તિ સાથે બેફામ ગાળો બોલી રહ્યા છે ફોનમાં તેઓ સામેની વ્યક્તિને ક્યાં છો અને માનું દૂધ પીધું હોય તો આવી જા તેવી ગર્ભિત ધમકી આપી કાનમાંથી લોહી નીકળી જાય તે હદની ગાળોનો વરસાદ કરી રહ્યા છે તો સામે વાત કરનાર વ્યક્તિ તમે જીતવાના નથી અને કોંગ્રેસમાં તમે પૈસા આપીને ટીકીટ ખરીદો છો તેવા આક્ષેપો પણ કરી રહ્યા છે સામેની વ્યક્તિ શાંતિથી વાત કરી રહ્યા છે
તો કોંગ્રેસ ઉમેદવાર અતિશય ઉશ્કેરાઈ ગયેલી હાલતમાં બેફામ ગાળો બોલી રહ્યા છે ઓડિયો જુનો છે કે નવો તેની પુષ્ટિ નથી કરી શકાઈ પરંતુ કોંગ્રેસ ઉમેદવારના આવા બેફામ વાણી વિલાસથી મતદારોમાં ચર્ચા જોવા મળી રહી છે અને જન પ્રતિનિધિને આવી ભાષા શૈલી ના શોભે તે પણ સ્પષ્ટ છે


