

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરો વિરુદ્ધ ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અગાઉ ૨૪ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા બાદ વધુ ત્રણને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીતેન્દ્રભાઈ દલપતરામ રામાવત, રવિભાઈ કેશવજીભાઇ ઘૂમલ અને દિનેશ પ્રેમજી કૈલા એમ ત્રણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રાથમિક સદસ્યતા અને પક્ષની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે


