મોરબી જીલ્લાના ૮૫૭ પૈકી ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ, ૨૦૦૦ પોલીસ જવાનો તૈનાત
ઈવીએમ ડીસ્પેચ કામગીરી પૂર્ણ, ૭.૩૯ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ


સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે રવિવારે મતદાન યોજાશે જેમાં મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા માટે જીલ્લાના કુલ ૭.૩૯ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
મોરબી જીલ્લા પંચાયતની ૨૪ તેમજ મોરબી તાલુકા પંચાયતની ૨૨, માળિયા અને ટંકારા તાલુકા પંચાયતની ૧૬-૧૬, હળવદ તાલુકા પંચાયતની ૨૦ અને વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ સહીત કુલ ૯૮ બેઠકો ઉપરાંત વાંકાનેર નગરપાલિકાની ૨૮ બેઠકો જેમાં ચાર બેઠકો બિનહરીફ માળિયા-ટંકારા નગરપાલિકાની ૨૪-૨૪ બેઠકો સહીત કુલ ૭૨ બેઠકો અને મોરબી મહાનગરપાલિકાની ૫૨ બેઠકો પર ચુંટણી યોજાશે મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા, ત્રણ નગરપાલિકા અને મહાપાલિકા સહીત કુલ ૨૪૬ બેઠકો માટે ૮૫૭ મતદાન મથકોએ મતદાન યોજાશે અને કુલ ૨૧ ચુંટણી અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે અને ૮૫૭ મતદાન મથકો પર રીઝર્વ સહીત કુલ ૧૯૧૫ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે
મોરબી જીલ્લાના ૮૫૭ પૈકી ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે મોરબી જીલ્લામાં ચુંટણી માટે કુલ ૪૨૮૫ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે જીલ્લામાં એક એસપી, ચાર ડીવાયએસપી, પંદર પીઆઈ અને ૪૫ પીએસઆઈ સહીત ૨૦૦૦ પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ બાવન સેક્ટર મોબાઈલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે તા. ૨૬ ને રવિવારે સવારના ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી મતદાન યોજાશે અને તા. ૨૮ ના રોજ મત ગણતરી કરવામાં આવશે
મોરબી જીલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતમાં કુલ ૨,૫૧,૨૦૩ પુરુષ અને ૨,૩૩,૦૨૭ મહિલા મતદારો સહીત કુલ ૪,૮૪,૨૩૩ મતદારો નોંધાયેલા છે તેમજ ટંકારા નગરપાલિકામાં ૫૦૯૨ પુરુષ અને ૪૮૩૯ સ્ત્રી મતદારો સહીત કુલ ૯૯૩૧ મતદારો, માળિયા નગરપાલિકામાં ૪૯૩૯ પુરુષ અને ૪૩૩૦ સ્ત્રી મતદારો સહીત કુલ ૯૨૬૯ મતદારો નોંધાયા છે વાંકાનેર નગરપાલિકામાં ૧૪,૫૨૦ પુરુષ અને ૧૩,૦૮૦ સ્ત્રી મતદારો સહીત કુલ ૨૭,૬૦૦ મતદારો અને મોરબી મહાનગરપાલિકામાં ૧,૦૮,૫૭૯ પુરુષ અને ૯૯,૮૮૮ સ્ત્રી મતદારો સહીત કુલ ૨,૦૮,૪૭૦ મતદારો મળીને જીલ્લામાં કુલ ૭,૩૯,૫૦૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે


