

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ રૂ ૧ કરોડનો દંડ અને ફરિયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજે વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે
મોરબી મુકામે સિરામિક અને સેનેટરી વેર્સનું ઉત્પાદન કરતી ઓસીસ વિટ્રીફાઈડ પ્રા. લી. કંપની પાસેથી હરિયાણાની મહિમા ટાઈલ્સના નામે ધંધો કરતા વેપારી સુરેશ બાબુલાલે સિરામિક ટાઈલ્સ ખરીદી કરી હતી જેની લેણી રકમ રૂ ૫૦.૧૭ લાખ ચુકવણી માટે મહિમા ટાઈલ્સ ખાતાનો ચેક ઓસીસ વિટ્રીફાઈડ કંપનીના નામે આપ્યો હતો જે ચેક ખાતામાં ભરતા ચેક વસુલ થયા વગર બેન્કમાંથી પરત ફરતા ઓસીસ વિટ્રીફાઈડ કંપનીના વકીલ આર એ પટેલ મારફત કાનૂની નોટીસ મહિમા ટાઈલ્સને મોકલી હતી અને ચેક રીટર્ન થયાની જાણ કરી હતી છતાં ચેક મુજબની રકમ વસુલ નહિ આપતા ઓસીસ વિટ્રીફાઈડ કંપનીએ મોરબીની અદાલતમાં ધી નેગોશીએબળ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ ચેક રીટર્ન ફરિયાદ મહિમા ટાઈલ્સ સુરેશકુમાર બાબુલાલ વિરુદ્ધ દાખલ કરી હતી
જે ફરિયાદ મોરબીના ચોથા એડીશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની અદાલતમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરી અદાલતે આરોપી સુરેશ બાબુલાલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ રૂ ૫૦,૧૭,૬૦૪ ની ડબલ રકમ રૂ ૧,૦૦,૩૫,૨૦૮ ફરિયાદી તારીખથી વાર્ષિક ૯ ટકાના વ્યાજે વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે અને આરોપી કોર્ટ સમક્ષ હાજર રહ્યો ના હોવાથી આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ અને સજા વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે
ફરિયાદી તરફે વકીલ આર એ પટેલ, એન એલ વડસોલા તથા ઇન્ટર્નશીપ મિતાલી ભોજાણી, મૌલી કાવર રોકાયેલ હતા


