ઉંચી માંડલ નજીક કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ ત્રણ દિવસે હાથ લાગ્યો

 

મોરબીના ઉંચી માંડલ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતા મોરબી ફાયરની ટીમના તરવૈયાઓએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી અને ત્રણ દિવસ બાદ રેસ્ક્યુ ટીમને મૃતદેહ જ હાથ લાગ્યો હતો

 

મોરબી ફાયર ટીમને ત્રણ દિવસ પૂર્વે કોલ મળ્યો હતો કે ઉંચી માંડલ નજીક કેનાલમાં યુવાન ડૂબ્યો છે જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સતત ત્રણ દિવસ સુધી તરવૈયાઓની ટીમે યુવાનની તપાસ ચલાવી હતી અને આજે બપોરે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતક સંજય વિનુભાઈ જસમુરીયા (ઉ.વ.૩૫) રહે હાલ નવલખી ફાટક પાસે મોરબી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.