નવી પીપળી ગામે શ્રી શિવ પુરાણ નવાન્હ પારાયજ્ઞનો લ્હાવો લેતા ભક્તો

 

નવી પીપળી ગામે મહેશભાઈ ઠાકર પરિવાર દ્વારા સ્વ. શાંતિલાલ રેવાશંકર ઠાકર અને સ્વ. કુંદનબેન શાંતિલાલ ઠાકરનાં મોક્ષાર્થે “શ્રી શિવ પુરાણ નવાન્હ પારાયજ્ઞ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શિવપુરાણ જ્ઞાનયજ્ઞનાં રસપાનનો લ્હાવો સેંકડો ભક્તો લઇ રહ્યા છે.

 

કથાનાં પ્રથમ દિવસે નીકળેલી પોથીયાત્રામાં અનેક ભક્તો જોડાયા હતા. અને શિવ મહાપુરાણ માહત્મય કથા તેમજ શિવ પ્રાગટ્ય, શિવ પૂજા, શિવ તાંડવ વગેરે થકી આંતર રાષ્ટ્રીય શિવ કથાકાર શાસ્ત્રી હંસદેવગીરી બાપુ ભક્તોને શિવતત્વમાં લીન કરી રહ્યા છે. તારીખ ૨૬ નાં રોજ શ્રી સતી પ્રાગટ્ય મહોત્સવ, તારીખ ૨૭એ ગૃહસ્થાશ્રમ મહિમા, નવધા ભક્તિ નિરૂપણ, તારીખ ૨૭એ શ્રી શિવ પાર્વતી વિવાહ મહોત્સવ, તા ૨૯એ શ્રી ગણપતિ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. ઉપરાંત તા ૩૦ને સાંજે ૬ વાગ્યે દ્વાદશ જ્યોતિર્લીંગ, પાર્થેશ્વર લિંગ પૂજનનો ભક્તો લાભ લઇ શકશે. તા ૧ મેએ શ્રી દ્વાદશ જ્યોતિર્લીંગ પ્રાગટ્ય મહોત્સવ, શ્રી કૃષ્ણની શિવ આરાધના તથા પંચાક્ષર મંત્ર મહિમા તા ૨એ સાંજે ૪:૩૦ કલાકે લઘુરુદ્ર તેમજ સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાશ્રવણનો લાભ લેવા શિવ પારાયણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ઠાકર પરિવારે અનુરોધ કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.