


હળવદ તાલુકા દ્વારા સમસ્ત સતવારાસમાજ અને ભક્તિ વિદ્યાલયના લાભાર્થે કન્યા વિધાલયની બાજુમાં ભવ્યાતી ભાવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદવાળા સુપ્રસિદ્ધ વક્તા અર્જુન સારથીદાસ (પ્રભુજી) દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.તેમજ હળવદ તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.આ કથામાં મુખ યજમાન લાલજીભાઈ કાનજીભાઈ દલવાડી હસ્તે રણછોડભાઈ અને પ્રેમજીભાઈ સહયજમાન ગીરીશભાઈ તેમજ વિવિધ દાતાઓ,યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતુ.પુર્નાહુતીના દિવસે તા.૨૪ ને બુધવાર રોજ આ કથામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.આયોજકો દ્વારા મુખ્યમંત્રીને આવકારવા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી આવવાના હોવાથી પોલીસ તંત્ર દ્વારા સજાગ બંધોબસ્ત સાથે ૧૦૦થી પણ વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે.

