આદર્શ માતા અભિયાન નામનો અનોખો કાર્યક્રમ કયા યોજાશે જાણો?

ઇન્ડિયન મેડીકલ એસોસિઅશન મોરબીના સહયોગથી તા.૨૭ને શનિવારના રોજ  ટંકારા તાલુકાના નસીતપર ગામે નસીતપર સમાજવાડીમાં “આદર્શ માતા અભિયાન” નામનો અનોખો કાર્યક્રમ યોજાશે.જેમાં બાળઉછેર વિશે વિસ્તૃત માહિતી,બાળકના મનોવૈજ્ઞાનિક વર્તનની સમસ્યાઓ અને સમાધાન,બાળઉછેર વિશે માતાઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ ,મૌખિક સવાલ-જવાબ દ્વારા માતાઓની કસોટી  અને બાળઉછેર બે હાથમાં પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાશે. આદર્શ માતા અભિયાનમાં ડૉ.સતીશભાઈ પટેલ ખાસ માર્ગદર્શન પૂરું પડશે.તેમજ આ કાર્યક્રમમાં નસીતપર,ભક્તિનગર અને રામનગર ગામના સહયોગથી યોજવામાં આવે છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે  IMA ના પ્રમુખ ભાવનાબેન જાની,ખજાનચી ડૉ.જયેશ સનારીયા અને સેક્રેટરી ડૉ.અંજનાબેન ગઢિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat