

મોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જેના પગલે નિયમ મુજબ પાલિકાના શાસક પક્ષે નિયત સમયમર્યાદામાં સાધારણ સભા બોલાવવાની હોય છે જેના અનુસંધાને તા. ૨૭ ને શનિવારે સવારે ૧૧ કલાકે પાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળશે જોકે પાલિકાના શાસક પક્ષે માત્ર ઉપપ્રમુખના વોટીંગ માટેનો એજન્ડા આ સાધારણ સભામાં નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ કોંગ્રેસના ટેકાથી ભાજપના સદસ્ય ઉપપ્રમુખ ચુંટણી જીતવામાં સફળ રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે જેથી નિયમ મુજબ પાલિકાના ૫૨ સદસ્યોમાંથી ૬૬ ટકા એટલે કે ૩૫ સભ્યોનું સમર્થન સાબિત કરવાનું રહેશે ત્યારે ટેકો આપીને ભાજપના સદસ્યને ઉપપ્રમુખ બનાવનાર કોંગ્રેસ હવે કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે