


ટીકર ગામના મકાનમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૧,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીકર ગામે નવાપરા વિસ્તારમાં આરોપી મુળજીભાઈ ગુગાભાઈ ઝીન્ઝવાડિયાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા મુળજીભાઈ ગુગાભાઈ ઝીન્ઝવાડિયા, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા અને મનસુખ માનસિંગ ખાંભડીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૬૦૦ જપ્ત કરી છે