ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનનો સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ હંગામી ધોરણે રદ

 

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા અમદાવાદ–પાલનપુર રેલખંડ પર સ્થિત સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2ના બંને છેડે 70-70 મીટરનું વિસ્તરણ અને પ્લેટફોર્મની ઊંચાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે ટ્રેન નંબર 09523 ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલનો સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ હંગામી ધોરણે રદ રહેશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09523 ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ તારીખ 20 ઓક્ટોબર, 27 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 10 નવેમ્બર 2026ના રોજ સિદ્ધપુર સ્ટેશન પર ઊભી રહેશે નહીં.

મુસાફરોને વિનંતી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.

 

Leave A Reply

Your email address will not be published.