


મોરબીના મહાવીર ચોક, નવા બસ સ્ટેશન સામે રવાપર રોડ ખાતે “બાલાજી ગ્રુપ કા રાજા” દ્વારા તા. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ બાપાની ભક્તિ સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ભવ્ય ગણેશોત્સવને લઈને મોરબી શહેરમાં પણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપાના દર્શન અને વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.